કલોલની મામલતદાર કચેરીમાં હંગામી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનોજ દરજી ૫૦૦ રૃપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા જેને પગલે એસીબીએ તેની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મંગળવારે મામલતદાર કચેરીમાં એસીબીએ છટકું ગોઠવી વધુ એક કર્મચારીને દબોચી લીધો છે.
કલોલની મામલતદાર કચેરીમાં મનોજ દરજી નામનો કર્મચારી છેલ્લા કેટલાય સમયથી હંગામી તરીકે કામગીરી કરે છે. મામલતદાર કચેરીમાં એક અરજદાર પોતાનું કામ લઈને આવતા કારકુને રૃપિયાનો વહીવટ કરવાનું જણાવ્યું હતું. જેને પગલે અરજદાર નાણાં આપવા માંગતા ન હોઈ એસીબીનો સંપર્ક કર્યો હતો.જેને પગલે એસીબીએ કલોલ મામલતદાર કચેરીમાં છટકું ગોઠવી લાંચ લેતા કારકુનને દબોચી લીધો હતો. એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.