મોદી સરકાર આજથી આપશે ફ્રી રાશન

સરકાર એક જાન્યુઆરીથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીઓને એક વર્ષ માટે મફત અનાજ આપવામાં આવશે. ખાદ્ય મંત્રાલયે શનિવારે એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 સુધી તમામ એનએફએસએ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવનારા ખાદ્યાન્નનું ઝીરો મૂલ્યો નક્કી કર્યું છે.
એક નિવેદનમાં કહેવાયું છે કે, કેન્દ્ર સરકાર વર્ષ 2023 માટે 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ખાદ્ય સબ્સિડી વહન કરશે. યોજના વ્યસ્થિત લાગૂ કરવા માટે ભારતીય ખાદ્ય નિગમના મહાપ્રબંધકે પોતાના અધિકાર ક્ષેત્રમાં દરરોજ ત્રણ રાશન દુકાનો ફરજિયાત રીતે મુલાકાત લઈને રિપોર્ટ કરવાનો રહેશે.મંત્રાલયે મફત અનાજને ધ્યાને રાખીને લાભાર્થીઓને ખાદ્યાન્ન વિતરણ કરનારા ડીલરનું માર્જિન આપવાની વ્યવસ્થા પર રાજ્યો સાથે પરામર્શ જાહેર કર્યું છે.

ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કેન્દ્રની નવી એકીકૃત ખાદ્ય સુરક્ષા યોજના એક જાન્યુઆરી, 2023થી શરુ થવાની છે. નવી યોજના વર્ષ 2023 માટે એનએફએસએ અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન આપશે. આ યોજના એનએફએસએને પ્રભાવી અને સમાન ક્રિયાન્વયનને નક્કી કરશે.

About chanchal bhuj bhuj

Check Also

કોંગ્રેસ 50 બેઠક સુધી સીમિત રહેશે – ઓડિશામાં PM મોદી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં કંધમાલ લોકસભા બેઠકની ફૂલબનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, રાજ્યમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »