વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ સપાટો બોલાવ્યો હતો. નજીક આવેલા દમણ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પીને આવતા પીધેલાઓ માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ બની હતી. 31st ની પૂર્વ રાત્રિએ વલસાડ જિલ્લા પોલીસે 956 પીધેલાઓ પર કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાની 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે 31st ની પૂર્વ રાત્રિએ જ દારૂ પીને ગુજરાતમાં આવતા લોકોને વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.
વલસાડ રૂલર – 50
વલસાડ સીટી – 60
વલસાડ ડુંગરી – 90
પારડી – 167
ભિલાડ – 80
ઉમરગામ – 46
ઉમરગામ મરીન – 15
ધરમપુર – 28
કપરાડા – 09
નનાપોઢા – 50
વાપી ટાઉન – 180
વાપી GIDC – 91
વાપી ડુંગરા – 50
