રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશની તમામ બેંકોને પહેલી જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોક્તાઓ સાથેના તેમના લોકર કરારને રિન્યૂ કરવા જણાવ્યું છે.
બધા હાલના લોકર ઉપભોકતાઓએ લોકર સમજુતીનું નવીનીકરણ કરાવવા માટે પોતાની પાત્રતાની સાબીતી આપવી પડશે તેઓએ ચોક્કસ તારીખ પહેલા તેમના લોકર કરારને રીન્યુ કરવું પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ-2021માં જારી કરાયેલ માર્ગદર્શિકામાં પ્રથમ વખત સુધારો કર્યો છે.
RBIએ તમામ બેંકોને સ્ટ્રોંગ રૂમ, બેંકના સામાન્ય વિસ્તારોમાં પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવાની સલાહ આપી છે. તમામ બેંકો માટે ઓછામાં ઓછા 180 દિવસ સુધી કેમેરાનું રેકોર્ડિંગ સુરક્ષિત રાખવું ફરજિયાત રહેશે.
RBI એ બેંકોને નિર્દેશ આપ્યો છે કે બેંક સમજુતીઓમાં કોઇ પણ અનુચિત જોગવાઇ કે શરત ના હોય તે સુનિશ્ચિત કરવામાં આવે.
RBIની માર્ગદર્શિકા મુજબ જો કોઈ ગ્રાહક તેની જાણ વિના તેનું લોકર ખોલવામાં આવ્યું હોવાની અથવા કોઈ ચોરી કે સુરક્ષામાં ખામી હોવાની બેંકને ફરિયાદ કરે છે, તો બેંકે પોલીસ તપાસ પૂર્ણ ન થાય અને કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી સીસીટીવી રેકોર્ડિંગ સાચવવાનું રહેશે.