Breaking News

50,000 કંપનીઓને GSTની કારણદર્શક નોટિસ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સત્તાવાળાઓએ રિયલ એસ્ટેટ અને જ્વેલરી સહિત વિવિધ ક્ષેત્રોની કેટલીક કંપનીઓ, ભાગીદારી પેઢીઓને લગભગ ૫૦,૦૦૦ કારણદર્શક નોટિસો જારી કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા ઓડિટના પરિણામોના આધારે આ કંપનીઓ અને પેઢીઓને નોટિસ મોકલવામાં આવી છે. જીએસટી શાસન લાગુ થયા પછી પહેલીવાર જીએસટી ઓડિટ આટલા મોટા પાયે કરવામાં આવ્યું છે. આમાં, જીએસટીના પ્રથમ બે વર્ષ એટલે કે ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં કંપનીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા જીએસટી રિટર્નનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, કેટલાક કિસ્સાઓમાં, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ માટેના જીએસટી રિટર્નનું પણ ઓડિટ કરવામાં આવ્યું છે. ૨૦૨૦-૨૧ માટે વાર્ષિક જીએસટી રિટર્ન ડિસેમ્બર ૨૦૨૧માં સબમિટ કરવામાં આવ્યા હતા. કંપનીઓ દ્વારા કરવામાં આવેલા જીએસટી ઓડિટ સિવાય, જીએસટી અધિકારીઓ એવી કંપનીઓનું ઓડિટ કરે છે જેમનું વાર્ષિક ટર્નઓવર રૂા. ૨ કરોડ અને તેથી વધુ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »