ભાવનગરમાં વધુ એક યુવતીએ યુવકની પજવણીથી ત્રાસી જઈ દવા પી પોતાની જાતને સળગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, ભાવનગરના ઘોઘા તાલુકાના હાથબ ગામ નજીક 18 વર્ષીય યુવતીને ફુલસર ગામે રહેતો પાર્થ બારૈયા નામનો યુવક પરેશાન કરતો હતો. યુવકના ત્રાસથી કંટાળી યુવતી ગઈકાલે પોતાના ઘરે પહેલા ઝેરી દવા પીધી બાદમાં સળગી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર ગણાવી હતી. છેલ્લા 10 દિવસમાં પજવણીના કારણે યુવતીની આત્મહત્યાના પ્રયાસનો આ બીજો બનાવ છે. પ્રથમ મોટા સુરકા ગામે સગીરાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં સગીરાનું મોત થયું હતું.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …