અંજાર
અંજાર વિસ્તારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યાં હતા. અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી.
સ્ટીલ પિગળાવતી વખતે ઘટનાં બની હતી. ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. જ્યારે ફાયર ટીમ આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કરે છે.