ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ગુરુવારે લોકસભામાં ચીન સાથે ચાલી રહેલા તણાવ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જો ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવામાં આવે, તો ચીનના ભુક્કા બોલાવી દેશે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી લોકસભા સીટના સાંસદ દિનેશ લાલ યાદવે શૂન્યકાળમાં આ વિષયને ઉઠાવતા કહ્યું કે, ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટની માગ લાંબા સમયથી ચાલી રહી છે. હું સરકાર પાસે માગ કરી રહ્યો છું કે, સેનામાં ફટાફટ આહીર રેજીમેન્ટ બનાવામાં આવે.
આહીર રેજીમેન્ટ બની જશે, ચીન થરથર કાંપવા લાગશે. દિનેશ લાલ યાદવે કહ્યું કે, તેનું કારણ એવું છે કે, વર્ષ 1962માં યુદ્ધમાં રેઝાંગલા ચૌકી પર 124 આહીર જવાનો તૈનાત હતા, જેમણે 100 અને 200 નહીં પણ 3 હજાર ચીની સૈનિકોને માર્યા હતા અને ચીને એવું પણ કહ્યું હતું કે, આ અતિ વીર છે, તેમને હરાવવા મુશ્કેલ છે.
