હરિયાણા સરકારે નવા વર્ષ નિમિત્તે ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. દેશમાં ખેડૂતોની આવક વધારવા અને તેમને ઓછા ભાવે ખેતી માટે નવી ટેક્નોલોજીના મશીનો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત અનેક યોજનાઓ લાવતી રહે છે. તેને અંતર્ગત હવે હરિયાણા સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે 55 થી વધુ કૃષિ મશીનો (એગ્રીકલ્ચર મશીન) પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. હરિયાણા સરકાર આ મશીનો પર 50 ટકા સુધીની સબસિડી આપશે, જેનાથી તેમની કિંમત ઘટીને અડધી થઈ જશે.
સરકાર દ્વારા જાહેર કરવાં આવેલા સૂચનમાં 1500 રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા સુધીના મશીનો પર 50 ટકા સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણા સરકારે નવી ટેકનોલોજીના આધુનિક કૃષિ મશીનોને સબસિડી આપવા માટે 13 કંપનીઓની પસંદગી કરી છે. ખેડૂતો આ 13 કંપનીઓમાંથી કોઈપણમાંથી આ મશીનો ખરીદી શકશે જેના પર સરકાર 50 ટકા સબસિડી આપશે.