Breaking News

બાપુનગરમાં ફાયરિંગ કરીને રૂપિયા 20 લાખની લૂંટ

શહેરના બાપુનગર વિસ્તારમાં રૂપિયા 20 લાખની લૂંટની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બાપુનગરના ડાયમંડ માર્કેટ પાસે ખાનગી પેઢીના કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને નીકળતા બે જેટલા આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં રૂપિયા 20 લાખ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે

કર્મચારી ગઇકાલે 20 લાખ રૂપિયા લઇને તેના ઘરે ગયો હતો. આજે સવારે કર્મચારી જ્યારે રૂપિયા લઇને નિકળ્યો ત્યારે બે લૂંટારૂઓ તેનો પીછો કરી રહ્યા હતા. કર્મચારી જ્યારે ઓફિસે પહોચ્યો ત્યારે બન્ને શખ્સોએ તકનો લાભ લઇને લૂંટની ઘટનાને અંજામ આપી હતી.

 

About chanchal bhuj bhuj

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »