ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દુષિત પાણીના કારણે અનેક પરિવાર વિખેરાઈ ગયાં હતા. તેમાં એક વધુ દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. ભાગીરથપુરામાં 15 વર્ષ પછી પૌત્રનો જન્મ થયો પરંતુ તે બાળકે જન્મતાની સાથે દાદા-દાદીની છાયો ગુમાવી દીધો છે. જી હા, આ દાદા-દાદીનુ મોત ઝેરી પાણીના કારણે થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ચાલો જોઈએ શું છે આ સમગ્ર ઘટનાભાગીરથપુરા વિસ્તારમાં 70 વર્ષીય ઉર્મિલા યાદવનું 28 ડિસેમ્બરે ઉલટી-ઝાડાના કારણે નિધન થઈ ગયું છે. એટલું જ નહીં પરંતુ તેમની તેરસી પૂરી થતાં જ તેમના પતિ અલઘુરામ યાદવનું લગભગ એક મહિના પછી હોસ્પિટલમાં અવસાન થયું છે.યાદવ પરિવારનો દાવો એવો છે કે, 9 જાન્યુઆરીએ દાદાને ઝાડા અને ઉલટી થઈ હતી. તે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં અને એક મહિનાની સારવાર બાદ તેમનું અવસાન થયું છે. જેથી પરિવારે તંત્ર પર પણ આક્ષેપ કર્યો છે કે, તેમના દાદાનું મોત દુષિત પાણીના કારણે થયું છે.આ કેસમાં સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, તેમને પહેલેથી લકવો, હાડકાની સમસ્યા અને અન્ય બીમારીઓ હતી. જો કે, પરિવારે આક્ષેપ કર્યો છે કે, જો આ સાચું હોય તો સરકારે લાખો રૂપિયાના હોસ્પિટલ બિલ કેમ ભર્યા? ઉર્મિલાના મોત પર રેડ ક્રોસ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી.નોંધનીય છે કે, દુષિત પાણીના કારણે ભાગીરથપુરામાં અત્યાર સુધી 33થી વધુ લોકોના મોત થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે, જ્યારે સરકાર 21નો આંકડો આપે છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાણીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ, ઇ-કોલાઇ અને ક્લેબ બેલા જેવા ઘાતક જીવાણુઓ ગટરનું પાણી ભળી ગયાં હતાં. જેના કારણે 1400થી વધુ લોકો બીમાર પડ્યા હતા અને 150થી વધુ હોસ્પિટલાઈઝ્ડ થયા હતાં.
129

