આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ગુરુકુળ વિસ્તારમાં મહાદેવ મંદિરની બાજુમાં પ્લોટ 29,મકાન નં.-3,વોર્ડ-7 બીમાં રહેનાર રસીલાબેન અને તેમના પતિ લાભશંકર અબોટી તેમના ઘરે હતા ત્યારે તેમના દીકરા અમિતે મિલકતમાં ભાગ આપવા વિવાદ ઉભો કર્યો હતો.મિલકતમાં ભાગ આપવો કે નહીં એ મુદ્દે પછી વિચારશું તેમ કહીને પિતાએ બીડી માગતાં તમે કાંઇ કમાતા નથી બીડી નહીં મળે તેવું આ અમિતે પોતાના પિતાને કહી પોતાની દીકરીને છીનવી પોતાના પિતા લાભશંકરને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.ફરિયાદી રસીલાબેન વચ્ચે પડતાં આ કળિયુગી પુત્રએ તેમને પણ ઢોરમાર માર્યો હતો અને બંનેને ઘરમાંથી બહાર હાંકી મૂકયા હતા. આ ઘવાયેલા દંપતીને પાડોશીઓ દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા હતા. પોલીસે હુમલાખોર પુત્ર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
108

