ઉત્તરાખંડ વાદળ ફાટવાની ઘટનામાં 141 ગુજરાતી પ્રવાસીઓ સહીસલામત

by mahi
0 comments
ઉત્તરાકાશીમાં વાદળ ફાટવાની ઘટનામાં 141 જેટલા ગુજરાતના પ્રવાસીઓ પણ ભોગ બન્યા છે, ત્યારે આ તમામ પ્રવાસીઓ હાલ હેમખેમ હોવાની માહિતી સરકારે પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. સરકારે આપેલી માહિતી અનુસાર આ સમય દરમિયાન 141 જેટલા પ્રવાસીઓ ગુજરાતથી ઉત્તરાખંડ ગયા હતા. જેમાં અમદાવાદના 99, પાટણ જિલ્લાના હારીજ તાલુકાના 12. બનાસકાંઠા જિલ્લાના 10, ભાવનગર જિલ્લાના 15, તેમજ વડોદરા જિલ્લાના 5 પ્રવાસીઓના સામેલ છે. હાલ આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કુદરતી આપદા બાદ ગુજરાત સરકાર સતત ઉતરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે અને ગુજરાતી પ્રવાસીઓ માટે શક્ય તમામ સકારાત્મક પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ અચાનક આવેલા કુદરતનો કહેરથી ડરના કારણે અમદાવાદના 99 પ્રવાસીઓ પૈકી 5 જેટલા પ્રવાસીઓની તબિયત નાદુસ્ત છે અને આ પ્રવાસીઓને ઉત્તરાખંડમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી હતી. નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં ઉત્તરાકાશી જિલ્લાના ધરાલી ગામમાં બે દિવસ પહેલા વાદળ ફાટવાની કરુણ ઘટનામાં બની હતી. જેના કારણે આ વાદળ ફાટવાની ઘટનામાં આખુ ધરાલી ગામમાં તબાહ થઈ ચૂક્યું છે. કુદરતના કહેર અને આકાશી આફત વચ્ચે ગુજરાત સહિતના અનેક રાજ્યોના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. પરતું ગુજરાતમાંથી ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા પ્રવાસીઓ માટે એક રાહતના સારા સમાચારએ મળી રહ્યા છે કે ગુજરાતના તમામ પ્રવાસીઓ હેમખેમ છે.મહત્વનું છે કે, હાલના સમયમાં પણ ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ખરાબ વાતાવરણ હોવાને કારણે એરલિફ્ટ કાર્યરત થઈ શકે તેમ નથી. જેવો વાતાવરણમાં સુધાર આવે કે, તુરંત જ ફરી એકવાર રેસક્યું કામગીરી શરૂઆત થશે. ત્યારે ગુજરાત રાજ્યમાંથી ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા પ્રવાસીઓને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત છે. જેને લઇને સરકાર સતત ઉત્તરાખંડ સાથે સંપર્કમાં હોવાની માહિતી મળી રહી છે.

You may also like

Leave a Comment