આખો દેશ પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીની રાહ જોઈ રહ્યો છે, તેની વચ્ચે મોદી સરકારે એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી જાતિ આધારિત વસ્તી ગણતરી પર મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. આજે યોજાયેલી એક બેઠકમાં મોદી કેબિનેટે જાતિઆધારિત વસ્તી ગણતરી માટે મંજૂરી આપી દીધી છે.વાસ્તવમાં, રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ એટલે કે CCPA ને ‘સુપર કેબિનેટ’ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં કેન્દ્રીય કેબિનેટના ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે. CCPA ના વર્તમાન સભ્યોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે, જે તેના અધ્યક્ષ છે. આ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલનો પણ તેમાં સમાવેશ થાય છે.અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે શિલોંગ અને સિલચર વચ્ચે એક નવા હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ 22,864 કરોડ રૂપિયા હશે. આ સાથે, 2025-26 શેરડીની સીઝન માટે ખેડૂતોને રાહત આપતા, પ્રતિ ક્વિન્ટલ 355 રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને પણ મંજૂરી આપવામાં આવી છે.પત્રકારોને સંબોધતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે યોજાયેલી રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. આને એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જાતિ વસ્તી ગણતરી મૂળભૂત વસ્તી ગણતરીનો ભાગ રહી નથી. તેમણે કહ્યું, “કેટલાક રાજ્યોએ પોતાના સ્તરે જાતિ સર્વેક્ષણો કર્યા છે, પરંતુ સામાજિક માળખાને સમજવા માટે એક સર્વાંગી અભિગમ જરૂરી છે. CCPA એ નિર્ણય લીધો છે કે હવે જાતિઓની ગણતરી આગામી વસ્તી ગણતરીમાં કરવામાં આવશે, કોઈ અલગ સર્વેક્ષણ હેઠળ નહીં.”
41

