કચ્છમાં બેફામ ખનીજ ખનીન અને પરીવહન વચ્ચે ખાણ ખનીજ ખાતાની ફ્લાઇંગ સ્ક્વોડે તવાઇ બોલાવી છે અને સોમવારે અબડાસા તાલુકાના ખીરસરા ગામે ગેરકાયદે બેન્ટોનાઇટનું ઉત્ખનન કરતા
બે એક્સ્કવેટર મશીન અને ચાર ટ્રકોની અટક કરવામાં આવેલ છે.તા.21/01/2025ની મધ્ય રાત્રીના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મીક તપાસ હાથ ધરવા માં આવેલ. તપાસ દરમ્યાન બેન્ટોનાઈટ ખનિજ નું ગેરકાયદેસર ખનન કરતા બે એકસકેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટનાઈટ ખનિજ વહન કરવના ઇરાદે આવેલ 4 ટ્રક અટક કરવા માં આવેલ. જે પૈકી એક ટ્રકમાં આશરે 25 મે. ટન બેન્ટનાઈટ ખનિજ ગેરકાયદેસર ભરેલ જણાયેલ. સંયુકત તપાસટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવા માં આવેલ. તથા સવાળવાલા વિસ્તાર ખાતે થયેલ બેન્ટનાઈટ ખનિજ ના ગેરકાયદે ખનન થી થયેલ ખાડાની માપણી હાથ ધરવામાં આવેલ. સદર બાબતે નિયમોનુસાર ની કાર્યવાહી હવે પછી હાથ ધરવમાં આવશે.
