સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ 5/૦, વિનાયક પુરોહિત તથા (૨) સુજાતા W/O, ઋષિકેશ વાંધવા બંને રહે,ભાયલી, વડોદરા મુળ વતન લુધીયાણા, પંજાબ વાળીએ ફરિયાદી તથા ભોગબનનાર પાસેથી કુલ રૂ.૧,૬૦,૦૦,૦૦0/- કેનેડા પી.આર. વિઝાનાં કામ પેટે મેળવી લઇ વિઝાનું કામ નહી કરી આપી લીધેલ રકમ પરત નહી કરી ગુન્હાહિત વિશ્વાસઘાત છેતરપીંડી કર્યા અંગે હાર્દિક પટેલ નાઓએ સી.આઇ.ડી.કાઇમ, અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો.કલમ- ૪૦૬, ૪૦૯, ૧૨૦(બી) હેઠળ ગુન્હો દાખલ કરાવેલ જે કામે ત.ક.બ. શ્રી ડી.વી.તડવી નાઓએ ઇ.ચા. અધિક પોલીસ મહાનિદેશક શ્રી, સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા., ગાંધીનગર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ખાનગી રાહે હરિયાણા, પંજાબ તથા હિમાચલ પ્રદેશ ખાતે જઈ તપાસ કરી ગુન્હો આચરનાર મુખ્ય આરોપી બંટીબબલીની જોડી ઋષિકેશ વિનાયક પુરોહિત તથા સુજાતા w/0. ઋષિકેશ વાંધવા નાઓને હિમાચલ પ્રદેશ રાજયનાં ગામ-કસોલ, તા.મણી કર્ણીમ, જિ.ભુન્તર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ આરોપીઓ વિરૂધ્ધ હાલના ગુન્હા ઉપરાંત અમદાવાદ શહેરનાં બોડકદેવ પો.સ્ટે. વડોદરા શહેરનાં બાપોદ તથા ડી.સી.બી. પો.સ્ટે તેમજ નર્મદા જિલ્લાનાં રાજપીપળા પો.સ્ટે. ખાતે ગુન્હાઓ દાખલ થયેલ છે. આ કામે આગળની તપાસ ડી.પો.ઇન્સ. ડી.વી. તડવી નાઓ કરી રહેલ હોય અન્ય ભોગ બનાર ઇસમોએ તથા અન્ય કોઈ પો.સ્ટે.ના ગુન્હામાં જરૂરિયાત હોય તો મો.નં.૭૫૭૨૯૮૦૦૦૦ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.