રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલ રામનગર વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો હતો. જેને પગલે જીલ્લા કલેક્ટરે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. તેમજ આ વિસ્તારની તમામ ખાણી-પીણીની દુકાનો તેમજ બરફમાંથી બનતી ચીજ વસ્તુઓ તેમજ ખાદ્ય ચીજોનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કર્યો હતો.મળતી માહિતી મુજબ રાજકોટનાં રામનગરમાં બાંધકામ સાઈટ પર કામ કરી રહેલ શ્રમિક યુવાનની તબીયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં શ્રમિક યુવકની ડોક્ટર તપાસ હાથ ધરતા યુવકને કોલેરા હોવાનું સામે આવ્યું હતું. રામનગર વિસ્તારમાં છઠ્ઠો કેસ નોંધાવા પામતા વહીવટી તંત્ર હરકતમાં આવી જવા પામ્યું હતું. અને તા. 7-9-2024 થી 2-11-2024 સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરી દેવામાં આવ્યા છે.
