કચ્છ જિલ્લામાં ડીપ ડીપ્રેશનના લીધે ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદની વચ્ચે નાગરિકોની વ્હારે પૂર્વ કચ્છ પોલીસ આવી છે. અંજાર પોલીસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ખાસ રાત્રિના સમયે બેઘર થયેલા લોકોને અંજાર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો. આમ ભારે વરસાદની વચ્ચે અંજાર પોલીસે દેવદૂત બનીને લોકોને પોલીસની ગાડીમાં બેસાડીને બચાવની કામગીરી કરી હતી.
કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ચાલુ હોય લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જોખમી કૉઝ-વે, નદી નાળાને જોવા નહીં જવા અને વહીવટીતંત્રને સહયોગ આપવા લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …