ભુજ
કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકા પાસે આવેલા મથલ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે.આજે સવારે વરસેલા વરસાદથી પાણીની સારી એવી આવક ડેમમાં થતા વિશાળ કેપેસીટી ધરાવતો આ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે્.
જીલ્લા કંટ્રોલરુમમાંથીમળતી વિગતો મુજબ જળાશયમાં હાલનું લેવલ 83.16 મીટર છે.અને તે ઓવરફ્લો થઇ ગયેલ છે.ત્યારે નખત્રાણા તાલુકાના ફુલાય, જીણાય, ધામાય અને દેશલપર સહીતના ગામોમાં સાવચેતીના પગલા લેવા માટે તાકીદ કરવામાં આવેલ છે.
