શમાં આવતા મહિનાથી એટલે કે મે મહિનાથી ગુડ્સ એન્ડ ટેક્સ સર્વિસ એટલે કે જીએસટીના નિયમો બદલાવા જઈ રહ્યા છે. નવો નિયમ 1 મે, 2023થી અમલમાં આવશે. તમામ વેપારીઓએ આ નવા નિયમોની ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. GSTN એ એમ પણ કહ્યું છે કે 1 મેથી કોઈપણ ટ્રાન્ઝેક્શનની રિસીટ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) પર 7 દિવસની અંદર જ અપલોડ કરવાની રહેશે. આ બાદ ટ્રાન્ઝેક્શનની રિસીટ ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) પર અપલોડ કરી શકાશે નહીં.
આ એડવાઇઝરીમાં જીએસટી નેટવર્કે જણાવ્યું હતું કે, રૂ. 100 કરોડ અથવા તેનાથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વ્યવસાયો હવેથી 7 દિવસથી વધુ જૂના હોય તેવા ઈનવોઈસ અપલોડ કરી શકશે નહી.
જીએસટી નિયમો મુજબ, જો કોઈ ઈનવોઈસ IRP પર અપલોડ કરવામાં નહીં આવે, તો વેપારીઓ તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી શકશે નહીં. વેપારીઓ દ્વારા તૈયાર માલ અને કાચા માલ વચ્ચેનો તફાવત ક્લેમ કરવા માટે આઈટીસી ક્લેમ કરવામાં આવે છે.
10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે તમામ B2B વ્યવહારો માટે ઇલેક્ટ્રોનિક ઈનવોઈસ જનરેટ કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.