ગાંધીનગર
મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને પણમોટું નુકસાન થયું છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે. માળિયા-કચ્છ હાઇવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. આ હાઇવે હજુ બંધ છે.અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે માળિયા-કચ્છ હાઇવે પર અનેક જગ્યાએ ડામર રોડનું ધોવાણ થઈ ગયું છે. ખિરઈ ગામ પાસેથી પસાર થતા હાઇવે પર પાણી ઓસરવા લગાયા છે પરંતુ ડામર રોડ ધોવાઈ ગયો છે અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. ડામર રોડ ઉખડીને રોડની બાજુમાં જતો રહ્યો છે. રોડની આ હાલતથી હજુ આ રોડ વાહન વ્યવહાર માટે બંધ છે.