મુંદરા
મુંદરામાં ગઇકાલે એસઓજીના ચેતનસિંહ જાડેજા અને ગોપાલભાઇ ગઢવીને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે તપાસ કરીને પોલીસે મુંદરા ખાતે આવેલ હિન્દ સર્કલથી પોર્ટ રોડ વચ્ચે બનાવેલ કાચી ઝુંપડપટ્ટીમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડેલ છે.
ઝુંપડા માઁથી આરોપી રામજી વાલજી શેડા.ઉવ.27 રે.ઝરપરા તા.મુંદરા પાસેથી માદકપદાર્થ ગાંજો જેનુ વજન 1.744 કીલોગ્રામ કીંમત રુ.17,440નો નાર્કોટીક્સનો મુદામાલ ઝડપી પાડેલ છે.આ ઇસમ સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …