ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો

by JAYENDRA UPADHYAY
0 comments

મનુ ભાકરે 12 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં મેડલ અપાવ્યો છે. ભારતને આ રમતમાં છેલ્લો ઓલિમ્પિક મેડલ 2012માં મળ્યો હતો. શૂટિંગમાં ભારતનો આ અત્યાર સુધીનો પાંચમો મેડલ છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004માં સિલ્વર, 2008માં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ અને 2012માં વિજય કુમારે સિલ્વર અને ગગન નારંગે બ્રોન્ઝ જીત્યો હતો.મનુ ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મનુ માત્ર 0.1 પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. તેણે 221.7 પોઈન્ટ મેળવ્યા છે.

You may also like

Leave a Comment