અદાણીના મુન્દ્રા અને ખાવડાના બહુલક્ષી પ્રોજેક્ટ્સની મુલાકાત વેળા ભૂટાનના રાજાએ કામકાજના વખાણ કર્યા
ભૂટાનના મહામહિમ રાજા અને વડા પ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિ મંડળ તેમની બે દિવસની ભાકાતના ભાગરૂપે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઈટ મુન્દ્રા અને ખાવડાની મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો. અદાણી સમૂહ મુન્દ્રામાં ભારતુન્સૌથી વિશાળ વ્યાપારી બંદરસંચાલન કરે છે. જ્યારે કચ્છના ખાવડામાં તે કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાનાં ધ્યેય સાથે સ્વચ્છ ઉર્જા ઉત્પાદન કરવા માટે શિયાનો સૌથી મહાકાય રિયેબલ એનર્જી પાર્ક વિકસાવી રહેશે.
ભારતને પાડોશી રાષ્ટ્ર ભૂટાન વિશાળ કક્ષાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અદાણીની કુશળતા પર આધાર રાખે છે.. પરસ્પર હિતનાખ્ય ક્ષેત્રોમાં હાઈડ્રોપાવર, ટ્રાન્સમિશન લાઈન, શહેરી વિકાસ જેમ કે સિમેન્ટ ઉદ્યોગ, ગ્રીન હાઇડ્રોજન અને રીન્યુએબલ એનર્જીની બાબતોમાં એકબીજાના સહયોગ વિષે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.અદાણી ગ્રુપના વડા ગૌતમભાઇ અદાણી અને ભુટાનના મહા મહીમ રાજા અને વડાપ્રધાનની કચ્છની મુલાકાત નોંધપાત્ર ગણવામાં આવે છે.