મુંબઈ: દેશની ઔદ્યોગિક નગરી અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદથી ખરાબ હાલત થઈ ગઈ છે. મૌસમ વિભાગે એલર્ટ જાહેર કરીને લોકોને ચેતવ્યા છે. મુંબઈ શહેરના કેટલાય વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. નીચે આપવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે શહેર પાણી પાણી થઈ ગયું છે. અવરજવરથી લઈને તમામ દિવચર્યા ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે.ગેટ વે ઓફ ઈંડિયા નજીક સમુદ્રમાંથી આવી રહેલા ઊંચા ઊંચા મોજા મૌસમ વિભાગની ચેતવણીને વધારે ડરામણી કરી રહી છે. આઈએમડીએ સતત ભારે વરસાદ બાદ મુંબઈમાં હાઈ ટાઈડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ ઉપનગરમાં પણ રહી રહીને વરસાદ થઈ રહ્યો છે. પરિણામે મહાનગરના અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.મુંબઈની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદ બાદ નાગપુરમાં પણ ભીષણ જળભરાવ જોવા મળે છે. હજુ ગત અઠવાડીયે જ મુંબઈમાં વરસાદનું રૌદ્રસ્વરુપ જોવા મળ્યું હતું. રસ્તા જળમગ્ન થયા હતા અને રેલ પરિચાલન થંભી ગયો હતો. તો વળી કેટલીય એરલાઈન્સ જેમ કે ઈંડિગોએ હવાઈ યાત્રિઓને સચેત કરી દીધા હતા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …