આજથી વય મર્યાદા ના લીધે નિવૃત થઈ રહેલા રાપર તાલુકા મામલતદાર એ.એમ.પ્રજાપતિ ને મામલતદાર કચેરી ના સ્ટાફ તથા રાપર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા સંયુક્ત રીતે નિવૃત્તિ વિદાયમાન આપવા મા આવ્યું હતું જેમાં રાપર તાલુકા મામલતદાર એ.એમ.પ્રજાપતિ એ જણાવ્યું હતું કે પોતે બનાસકાંઠા જિલ્લામાં ક્લાર્ક તરીકે ભરતી થઈ ડીસા ..પાલનપુર દાંતા દાંતીવાડા વડગામ નોકરી કરી હતી ત્યારબાદ પ્રમોશન સાથે નાયબ મામલતદાર તરીકે દાંતીવાડા દાંતા વડગામ ડીસા ધાનેરા નોકરી કરેલ મામલતદાર તરીકે પ્રમોશન મળતા છોટાઉદેપુર તથા રાપર તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવી હતી કુલ સળંગ નોકરી 39 વરસ પાંચ મહિના કરી હતી એમ જણાવ્યું હતું
રાપર નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત એ મામલતદાર પ્રજાપતિ એ કચેરી ના સ્ટાફ તથા લોકો સાથે સંકલન કરી લોક ઉપયોગી કાર્યો કર્યા હતા હવે જ્યારે આજ થી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમનું નિવૃત્તિ જીવન સુખમય રહે એવી શુભેચ્છા પાઠવી હતી રાપર મામલતદાર કચેરી સ્ટાફ તથા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન દ્વારા મામલતદાર પ્રજાપતિ ને મોમેન્ટો શ્રી ફળ તથા શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત ભરતભાઇ પારલીયા વિરમભાઇ રબારી
જયેશભાઇ ચૌધરી
પ્રધ્યુમનસિંહ વાઘેલા સુરેશભાઈ જાદવ
ખીલેષભાઇ મારવાડા
કમલેશભાઈ સોલંકી તથા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન વતી ભચુભાઈ ભુષણ ..બાબુભાઈ પરમાર મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું રાપર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશન ના પ્રમુખ મહેન્દ્રસિંહ વાઘેલા દિનેશ ભાઈ ચંદે સુરેશ ભાઈ માલી સહિત ના હોદેદારો એ નિવૃત્ત થતા મામલતદાર પ્રજાપતિ સાહેબ ની સેવાઓ બિરદાવી હતી દુકાનદારો તથા રેશનકાર્ડ ધારકો માટે હંમેશાં ઉપયોગી રહ્યા હતા તેમનું નિવૃત્તિ જીવન સુખમય રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી
