આજે ભગવાન જગન્નાથજીની 147 મી જળયાત્રા નીકળી હતી. જેઠ સૂદ પૂનમનાં પરંપરાગત રીતે જળયાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરથી નદીનાં ઘાટ સુધી જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જળયાત્રાને લઈ મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર ગુંજી ઉઠ્યો હતો. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાંથી જળયાત્રા મુખ્યયાત્રા ગણાય છે. સાબરમતી નદીનાં કિનારે સોમનાથ ભુદરનાં આરે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગંગાપૂજન પછી 108 કળશમાં જળનો સંગ્રહ થશે. 108 કળશનાં જળ દ્વારા ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …