ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ’ અંતર્ગત ભુજ શહેરમાં સરકારશ્રીની હસ્તક આવેલી જાગીરો પૈકીના દેવસ્થાનો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને શ્રી નરસિંહ ભગવાનનું મંદિર, ભુજ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. ધારાસભ્યશ્રીએ નાગરિકોને મહત્તમ સંખ્યામાં વૃક્ષો વાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રેશ્માબેન સોલંકી, ભુજ શહેર મામલતદારશ્રી એન.એસ.મલેક, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી રાહુલ દેસાઈ, ક્રીશીવ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી મીનાબેન ગોરસિયા, શહેર મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …