Breaking News

રીજીયોનલ કમીશ્નરે ભુજ સુધરાઇની લીધી મુલાકાત, વિપક્ષે કરી વિવિધ રજુઆતો

રાજકોટ ઝોનના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ દ્વારા જિલ્લાની દરેક નગરપાલિકાઓની કામગીરીની તબક્કાવાર સમીક્ષાનો કાર્યક્રમ ગોઠવાયો છે, જેમાં આજે ભુજના ટાઉનહોલ ખાતે સમિક્ષાત્મક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું,ખાસ કરીને ભુજ નગરપાલિકાની મુલાકાત લઇને સરકારી ગ્રાન્ટો શહેરમાં સુધરાઇ દ્વારા યોગ્ય રીતે ફાળવાય છે કે કેમ તેમજ અન્ય વિપક્ષના સદસ્યો સાથે તેમણે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ભુજ નગરપાલીકાની નવી બની રહેલી કચેરીનું તેમણે નિરીક્ષણ કર્યુ હતું.સાથે સાથેએસટીપી પ્લાન્ટનું પણ તેમણે નિરિક્ષણ કરીને જરુરી સુચનો આપ્યા હતા.સૌરાષ્ટ્ર કચ્છ નગરપાલિકા ઝોનના રિજનલ કમિશનર સ્વપનિલ ખરે એ  તેમની મુલાકાત અંગે માહીતી આપી હતી.

દરમ્યાન ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કીશોરદાન ગઢવીએ જણાવ્યુ હતું કે ભુજમાં પાણીની સમસ્યા, પાર્કીંગ પ્લોટ સહીતના મુદે તેમના દ્વારા રીજીયોનલ કમિશ્નર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે.

ભુજ સુધરાઇના વિરોધપક્ષના નેતા કાસમસમાએ પણ ગટરની સમસ્યા અને પાણીની સમસ્યા અંગે રીજીયોનલ કમીશ્નર સમક્ષ રજુઆતો કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

 

 

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરાઈ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૪થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?