રાજ્યમાં વધુ એકવાર સ્ટેટ GST વિભાગે સપાટો બોલાવ્યો છે. 15 મોટા વોટરપાર્કમાં દરોડા પાડી શંકાસ્પદ વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે 57 કરોડના શંકમંદ વ્યવહાર મળી આવ્યાની વિગતો ધ્યાને આવી છે.ઉલ્લેખનીય છે કે, 15 વોટરપાર્કના 27 સ્થળો પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. જે દરોડા દરમિયાન 57 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નવસારી, ખેડામાં GST વિભાગે સપાટો બોલાવ્યો છે.આ દરોડામાં કોસ્ટ્યુમ, લોકર અને મોબાઈલ કવર માટે વ્યવહારો સામે આવ્યા છે. રૂમના ભાડાની વસૂલાત ક્યુઆર કોડથી સંબંધીઓના ખાતામાં જમા કરતા હતા. GSTની એન્ટ્રી ફી ચોપડા પર ન દર્શાવતા કરચોરીની વિગતો સામે આવી છે
