અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
