કેલિફોર્નિયાનાં નેવાર્કમાં આવેલ ગુજરાતી જ્વેલરીનાં શો-રૂમમાં ગત રોજ લૂંટની ઘટના બનવા પામી હતી. નેવાર્ક પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર તા. 29 મે એટલે કે ગુરૂવારનાં રોજ બપોરે 12.56 કલાકે ન્યૂપારક મોલ રોડ પર આવેલ ભીંડી જ્વેલર્સમાં લૂંટ થઈ હોવાની માહિતી મળી હતી. આ લૂંટમાં ચાર અલગ અલગ ગાડીઓમાં એક ડઝનથી પણ વધુ લોકો આવ્યા હોવાની માહીતી મળી રહી છે. તેમજ જ્વેલર્સમાં ઘૂસ્યા બાદ જ્વેલર્સમાં તોડ ફોડ કરવામાં આવી હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર લૂંટારૂઓનાં હાથમાં જે આવ્યું તે ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરતા પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા.મળતી માહિતી મુજબ શોરૂમમાં એન્ટ્રી કરવા માટે બે કાચનાં દરવાજા હતા. ગ્રાહક આવે તે બાદ જ તે દરવાજા ખોલવામાં આવતા હતા. ત્યારે નેવાર્ક પોલીસનાં કેપ્ટન જોલી માકિસનાં જણાવ્ય મુજબ લૂંટારૂઓએ હથિયારો દ્વારા કાચનાં દરવાજા તોડી નાંખ્યા હતા અને જ્વેલર્સનો સ્ટાફ કંઈ કરે તે પહેલા જ 12 થી 15 જેટલા લૂંટારૂઓએ જ્વેલર્સનાં શો-રૂમમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને શો-રૂમમાં પડેલ જે દાગીનાં હાથમાં આવ્યા તે લઈ ફરાર થઈ ગયા હતા. તેમજ તમામ લૂંટારૂઓએ હાથમાં મોજા તેમજ મોં પર માસ્ક પહેર્યું હતું. જેથી તેઓની ઓળખ ન થઈ શકે અને ગણતરીની મિનિટોમાં તેઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ લૂંટમાં કેટલીક મહિલાઓ પણ હોવાની પોલીસને માહિતી મળી છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …