દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે અને આજે 30 મેના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધી રહ્યું છે. કોટ્ટાયમ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે. આજે 30 મેના રોજ, તે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો તરફ આગળ વધ્યું છે.આપણે જણાવી દઈએ કે, દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં લોકો આકરી ગરમીથી પરેશાન છે. બુધવારે અનેક ભાગોમાં રેકોર્ડ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે ગરમીમાં વિરામ જોવા મળી રહ્યો છે. આજથી ગરમીની અસર ધીમે ધીમે ઓછી થવા લાગશે. આ સાથે જ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસું ઉત્તર-પૂર્વના રાજ્યો તરફ આગળ વધવાના સંકેત મળી રહ્યા છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …