જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવખત મોટી દુર્ઘટના થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જમ્મુના અખનૂરમાં ભક્તોથી ભરેલી બસ ખાડામાં પડી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 28થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના મૃતદેહ બસમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ રેસ્ક્યુ ટીમે લોકોને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ પણ બચાવકાર્યમાં મદદ કરી છે.બસ ખાઈમાં પડી જતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ લોકોને મુશ્કેલીથી બસની અંદરથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …