રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.રાજ્ય સરકારે છ અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે. આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના છ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિ. એન્જિનિયર જયદિપ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક ઈજનેર એમ. આર. સુમા, પીઆઈ એન. આઈ રાઠોડ અને વી. આર પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.