કચ્છમાં આવેલા વાવાઝોડાને કારણે ખુબ જ નુકશાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમીત ચાવડા સહિત અગ્રણી કોંગ્રેસ નેતાઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. આજે તેમણે અનેક વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનની પરીસ્થિતિ જાણી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને આ અંગે વાતચીત કરી હતી.