સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત થયા છે.પાપ્ત વિગતો મુજબ વાઘેલા સમાજની ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા ગઈ હતી. જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબવાથી મોત થયા છે. ત્રણ બાળકીઓના કમકાટી ભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
