રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ચોમાસાના આગમનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી કરી છે. હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંતો દ્વારા વિજ્ઞાન અને પ્રાકૃતિક ફેરફારના આધારે વરસાદની આગાહી કરાઇ હતી.ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને ખગોળીય વિજ્ઞાન, પશુ પંખીના અવાજ, આકાશી કસથી આગાહી કરાઇ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાંત હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે. આ તરફ હવામાન નિષ્ણાંત ભીમા ઓડેદરાએ આગાહી કરી કે, આસો માસ સુધી વરસાદ પડશે. આ સાથે રમણીક વામજાએ પણ આગાહી કરી કે, આ વર્ષે સારો વરસાદ થવાથી 3 તબક્કામાં વાવણી થશે.
