Breaking News

કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓને લઇ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં,વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના  સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન સાધવા જણાવ્યું છેમુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી.આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કિર્ગિસ્તાનમાં મેડિકલ અને  અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

નડાબેટ ખાતે રાજય કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

21/06/2024 ના ગુજરાત સરકાર દ્વારા 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ભારત પાક સરહદ પાસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?