અફઘાનિસ્તાનમાં ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદને કારણે 370થી વધુ લોકોનાં મોત થયા છે અને 1600 લોકો ઘાયલ થયા છે. તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધુ નુકસાન ઘોર પ્રાંતમાં થયું છે. અહીં શનિવારે (18 મે) પૂરના કારણે 60 લોકોનાં મોત થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાલિબાન સરકારે લોકોની મદદ માટે એરફોર્સ મોકલી છે.તાલિબાનના પ્રવક્તા મૌલવી અબ્દુલે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ટીમને ઘાયલોને મદદ પહોંચાડવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બદખ્શાન, ઘોર, બગલાન અને હેરાત સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ ઘરો ધોવાઈ ગયા છે.વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)એ 12 મેના રોજ અહેવાલ આપ્યો હતો કે અચાનક પૂરે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી છે. એકલા બગલાનમાં 300થી વધુ લોકોનાં મોત થયા છે. 100થી વધુ લોકો હજુ પણ ત્યાં ગુમ છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …