રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.