અક્ષય તૃતીયાના ભાગરૂપે આજે સોનાના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે. આજે સોનાના ભાવમાં ફરી વધારો થતા લોકો મુંઝવણમાં મુકાયા હતા. આજે ખાસ દિવસ હોવાથી સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આજે મોટાભાગના લોકો સોનું ખરીદતા હોય છે.બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. MCX પર સોના અને ચાંદીમાં મજબૂતી જોવા મળી છે.વર્ષ 2024માં સોનાના ભાવ સતત આસમાને પહોંચી રહ્યાં છે. આજે સોનાના ભાવ 72 હજાર પહોંચી ગયા છે. સોનાના ભાવ સતત વધી રહ્યા હોવાથી રોકાણકારો પણ મુંઝવણમાં મુકાયા છે.સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે સોનાનો ભાવ 73,850 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 84,000 રૂપિયા સીલ્વર પેટીના નોંધાયો છે.
