ભુજના ભીડભાળ વાળા છઠ્ઠીબારી વિસ્તારમાં આગની ઘટના બની હતી. દીપ એન્ટરપ્રાઇઝ નામની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ લાગી ઉઠી હતી, જ્યાં પાણીની મોટર ગરમ થતા શોર્ટ સર્કિટ થઈ હતી,જેના કારણે આગની
જ્વાળાઓ સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગવાથી દુકાનમાં રહેલી માલસામગ્રી અને ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ જતા અંદાજીત રૂ. 10 લાખ જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સવારે
7.30ની આસપાસ દુકાન ખુલ્યા બાદ કામદારે પાણીની મોટર ચાલુ કરી હતી, જે ગરમ થતા તેમાં શોર્ટ સર્કિટ થઈ હતી ,જેને લઈ દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં સમગ્ર
દુકાનમાં ફેલાઈ ગઈ હતી અને તમામ માલ સામગ્રી તથા ફર્નિચર બડી જતા અંદાજીત રૂ.10 લાખ કે તેથી વધુનું નુકશાન પહોંચ્યું છે. આગ લાગતા દુકાનમાં રહેલા લોકો બહાર દોડી ગયા હતા. દરમિયાન આગ લગાવાની જાણ
ફાયર વિભાગને થતા સ્ટાફ ફાયર ફાયટર વડે ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ આગળ વધતી અટકાવી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …