આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લાના સંકલન અધિકારીશ્રીઓ તથા નોડલ ઓફીસરો સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ભારતનાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓથી હાજર રહેલા નોડલ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ નોડલ અધિકારીઓને તેમની જવાબદારીઓ અંગે અવગત કર્યા હતા. ચૂંટણી પ્રચાર અર્થે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષોની બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉપરાંત જાહેરનામા, સભા, સરઘસ સબબના નિયમો, વાહનોના ઉપયોગ બાબતના નિયમો, મતદાનના દિવસ અંગેના નિયમો, પોલિંગ બૂથ બાબત અંગેની જાણકારી, ખર્ચ અંગેના નિયમો તેમજ આચાર સંહિતાના ભંગ બાબતે થતી ફરીયાદ સહિતના વિવિધ મુદે અધિકારીશ્રીઓને માહિતી સાથે અવગત કરાયા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડયા, આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારીશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રી તથા નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …