અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 4થી 5 લોકો દટાયા હતા. જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોનું રેસ્કયૂ કરાયૂ હતું. હાલ આ ઘટનામાં એકનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતાજ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન ફાયર બ્રિગેડની ટીમને એક મહિલા અને એક પુરુષ સહિત ત્રણનું રેસ્કયૂ કરવામાં સફળતા હાથ લાગી હતી.
