રાજયમાં આજે ૧૧ વિધાન પરિષદની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે ૧૧ બેઠકો માટે ૧૨ ઉમેદવારો મેદાનમાં છે. વિધાન પરિષદની ચૂંટણી માટે આજે સવારથી સાંજના ૪ વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ ચૂંટણીને સત્તાની સેમીફાઇનલ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પરિણામથી સ્પષ્ટ થશે કે સત્તાધારી પક્ષ અકબંધ છે કે નહિ ?
