Breaking News

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કાકર ઓફિસમાં હાજર ન હતા.એ જ સમયે બીજો બ્લાસ્ટ બલૂચિસ્તાનના કિલા સૈફુલ્લામાં JUI-F પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો. આ હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 ઘાયલ થયા છે. બંને વિસ્ફોટમાં કુલ 28 લોકોનાં મોત થયાં છે.પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ જનરલ અને બધા પ્રાંતમાં ચૂંટણી છે. પાકિસ્તાનના ઇલેક્શન કમિશને હુમલાને લઈને બલૂચિસ્તાનના ચીફ સેક્રેટરી અને પોલીસ પાસે રિપોર્ટ માગ્યો છે.બલૂચિસ્તાનના કેરટેકર ઈન્ફોર્મેશન મિનિસ્ટર જાન અચકઝાઈએ કહ્યું- પહેલા બ્લાસ્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટક સામગ્રી બાઇકમાં રાખવામાં આવી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે બીજા બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.અહીં બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અલી મર્દાન ખાન ડોમકીએ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું- આવી ઘટનાઓ શાંતિપૂર્ણ ચૂંટણીપ્રક્રિયાને નબળી પાડવાનું ષડ્યંત્ર છે. હુમલામાં સામેલ લોકોને આકરી સજા આપવામાં આવશે. અમે ઘાયલોની મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.

About JAYENDRA UPADHYAY

Check Also

જાણો લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કામાં મતદાનના ફાઇનલ આંકડા

 લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયું. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »