અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.