જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ગાંધીધામના મીઠીરોહર ગામે ‘સંતૃપ્તિ પહેલ’ અંતર્ગત રાત્રિસભા યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે સંતૃપ્તિ પહેલ અન્વયે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતૃપ્તિ પહેલ એ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાનો નવતર અભિગમ છે જે અન્વયે રાત્રિસભા પૂર્વે જ ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે તમામ ડીપાર્ટમેન્ટ દ્વારા ગામમાં જઈને કામગીરી કરવામાં આવે છે. રાત્રિસભામાં પ્રશ્નો ઉપસ્થિત થાય તે પહેલા જ તેનું નિરાકરણ આવે તે દિશામાં કામગીરી સંતૃપ્તિ પહેલ અંતર્ગત કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રીની સંતૃપ્તિ પહેલ કચ્છના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની છે.

રાત્રિસભાના કાર્યક્રમ પૂર્વે જ સરકારશ્રીની મહત્વની યોજનાઓ અંતર્ગત સમાજ સુરક્ષા અંતર્ગતની યોજનામાં કુલ ૩૧, પુરવઠા વિભાગની યોજનાઓ જેવી કે મા અન્નપૂર્ણા સહિતની વિવિધ યોજના અંતર્ગત કુલ ૮૩ને લાભ આપવામાં આવ્યો હતો. આરોગ્યને લગતી યોજનાઓ જેવી કે PMJAY કાર્ડના કુલ ૧૯ તથા આભાકાર્ડ અંતર્ગત ૭૩૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
એસ.ટી.વિભાગ તરફથી વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૧૧ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જિલ્લા સમાજ કલ્યાણ(વિકસતી જાતિ) માટેની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૩૧ લાભાર્થીઓને તેમજ ૫શુપાલન યોજના અંતર્ગત કુલ ૫૩ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. ICDSની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૭૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ મીઠીરોહર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સંતૃપ્તિ પહેલ અંતર્ગત કુલ ૧૪૧૮ જેટલા વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ “સંતૃપ્તિ પહેલ” અંતર્ગત ગ્રામજનોને તેમના દ્વાર સુધી પહોંચી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામની મુલાકાત લઈ WHOLISTIC APPROACH સાથે ૪(ચાર) મુખ્ય સ્તંભમાં કામગીરી કરવામાં આવે છે. જેમાં વ્યક્તિગત લાભો, જાહેર મિલકતની જાળવણી, સામાજિક ઓડિટ અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણનો સમાવેશ થાય છે. રાત્રિસભામાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવે છે અને તેનો ઉકેલ ત્વરિત રીતે આવે તે માટે સંબંધિત વિભાગને કાર્યવાહી અર્થે સૂચના આપવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ધનાભાઈ હુંબલ, આગેવાનશ્રી બાબુભાઈ ગુજરીયા, સરપંચશ્રી આઈસાબાઈ સોઢા, ઉપસરપંચશ્રી લખીબેન બોરીચા, શ્રી શકુરભાઈ માંજોઠી, શ્રી ગનીભાઈ માંજોઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજા૫તિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.કે.ઓઝા, પ્રાંત અધિકારીશ્રી મેહુલ દેસાઈ, મામલતદારશ્રી દિનેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.એલ.ચૌધરી, પી.આઈ.શ્રી એમ.ડી.ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?