સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કાયદો આવા બાળકને ગેરકાયદે ગણતો નથી. તેથી, સંયુક્ત હિંદુ પરિવારમાં તેના પિતા અથવા માતાના હિસ્સામાં આવેલી મિલકતથી તેને વંચિત રાખી શકાય નહીં. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આવા બાળક કોઈ અન્ય ‘કોપાર્સનર’ (સંયુક્ત મિલકતના માલિક) ના હિસ્સા પર પોતાનો હક દાવો કરી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે, લગ્નતર કે અમાન્ય લગ્ન સંબંધથી જન્મેલા સંતાને તેમના માતા પિતા દ્રારા અર્જિત સંપત્તિના હિસ્સો મળશે પરંતુ સંયુક્ત પરિવારના સંપતિમાં હિસ્સો નહી મળી શકે.
આ કેસ 31 માર્ચ, 2011ના રોજ સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ દ્વારા મોટી બેંચને મોકલવામાં આવ્યો હતો. ગયા મહિને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી અને હવે આ મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે.